ઉત્તરાખંડમાં આભ ફાટ્યુ્ં, પ્રશાસને જાહેર કર્યું એલર્ટ

0
39

ઉત્તરાખંડના ચમોલી અને અલ્મોડા જિલ્લામાં આભ ફાટવાથી પારાવાર નુકસાન થયું છે. અલ્મોડામાં વાદળ ફાટવાથી રામગંગા નદીનું જળસ્તર વધી ગયું છે. પ્રશાસને આ વાતને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. નોંધનીય છે કે 2013માં વરસાદ પછી મંદાકિની અને અલકનંદા નદીનું જળસ્તર વધવાથી કેદારનાથ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં નુકસાન મચાવ્યું હતું.

ચમોલીના રામગધેરી નાલાના કાટમાળમાં આઠ હેક્ટર જમીન બરબાદ થઈ છે . વિસ્તારના માઈથાન ચોખુટિયા રસ્તો પણ 100 મીટર ધોવાઈ ગયો છે.

એક વૃદ્ધ વ્યક્તિનું મોત પણ થયું છે. હાલ આ વિસ્તારમાં પડી રહેલી ભીષણ ગરમીથી લોકો ખૂબ જ પરેશાન હતા. રવિવારે બપોર પછી અનેક જગ્યાએ વરસાદ થવાની સાથે જ ઝડપથી પવન ફૂંકાવા લાગ્યો હતો. કુમાઉના અનેક વિસ્તારોમાં વરસાદ અને ઝડપી પવનના કારણે વિજળી પણ જતી રહી હતી.

અંધડથી કોસી ઘાટી સ્થિત ખૈરના વિસ્તાર પર પીપળાના ઝાડની ડાળીઓ પણ હાઈવે પર પડી હતી. આ ડાળીઓ પડવાથી વીજતારને નુકસાન થયું હતુ.અને વીજળી ગુલ થઈ હતી. આ ડાળીઓ અને ઝાડ પડવાના કારણે હાઈવે પર વાહનોની અવરજવર પણ ઠપ્પ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here