દુનિયાનું પહેલું સુપર 5G સિમ, 128 GB સ્ટોરેજ કેપેસિટી

0
23

મોટાભાગે હાલના સમયમાં દરેક મોબાઈલમાં 4G LTE સિમ કાર્ડ્સનો જ ઉપયોગ કરવામાં આવે છે. જે 128/256 KB સુધીની સ્ટોરેજ આપે છે. જેમાં કેટલાકમાં SMS અને કોન્ટેક્ટ્સ સ્ટોર કરી શકાય છે. હવે ચીનના ટેલિકોમ પ્રોવાઈડર China Unicomએ Ziguang ગ્રુપ સાથે મળીને એક સુપર 5G સિમ કાર્ડ લોન્ચ કર્યું છે.જે એક 1TB સુધી સ્ટોરેજ ઓફર કરે છે. દુનિયાના પહેલા સુપર 5G સિમ કાર્ડમાં અલગ અલગ સ્ટોરેજ ઓપ્શન્સ મળે છે. આ સિમ 32GB, 64GB અને 128GB સ્ટોરેજ સાથે અવેલેબલ હશે. કંપનીનું કહેવું છે કે આ સિમને ટૂંક સમયમાં જ 512 GB અને 1TB સ્ટોરેજ ઓપ્શન્સ સાથે લોન્ચ કરવામાં આવશે.

આ સિમ એન્ટરપ્રાઈઝ-ગ્રેડ ઈન્ક્રિપ્શન સિસ્ટમથી સજ્જ છે. જેથી યુઝરને એડિશનલ ડેટા પ્રોટેક્શન પણ મળશે. કંપનીના જણાવ્યાનુસાર આ સિમમાં વિડીયો, મ્યૂઝિક અને કોઈપણ મોટી ફાઈલ્સ પણ સ્ટોર થશે. હાલ આ સુપર 5G સિમની ઉપલબ્ધતા અને કિંમત વિશે કોઈ જ જાણકારી સામે આવી નથી. ચીનની કંપની ચાઈના યુનિકોમ 5G નેટવર્ક ઓક્ટોબર 2019 સુધી લોન્ચ કરશે. આ સિમ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

આ સુપર 5G સિમ દરેક હેન્ડસેટ્સ સાથે મેચ નહીં થાય. આ માટે સ્માર્ટફોનમાં 5G કનેક્ટિવિટી સપોર્ટ હોવું જરુરી છે. એવું માનવામાં આવે છે કે આ સુપર 5G સિમ ચીનમાં સફળ રહેશે તો ભારતમાં આ રીતની ટેક્નીક જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here