નોકિયાના આ દમદાર સ્માર્ટફોન પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

0
26

જો તમે નોકિયાના લેટેસ્ટ એન્ડ્રોયડ સ્માર્ટફોન્સ પર વિશ્વાસ કરતા હોવ તો તમારી પાસે Nokia 8.1 ખરીદવાની શાનદાર તક છે. HMD ગ્લોબલ તરફથી નોકિયાના ઘણા સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને આમાં નોકિયા 8.1 પણ શામેલ છે. ઑનલાઈ શૉપિંગ પ્લેટફોર્મ એમેઝોન પર આ સ્માર્ટફોન 6 હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. આ ડિવાઈસના અલગ-અલગ સ્ટોરેજ વેરિઅન્ટ્સ નૉચ ડિસ્પ્લે સાથે ખરીદી શકાય છે.

શાનદાર ફીચર્સ સાથે આવનારા નોકિયા 8.1 પર છ હજાર રૂપિયામાં મળી રહ્યું છે. બીજી તરફ આ સ્માર્ટફોનના હાઈ-એન્ડ વેરિઅન્ટ પર 4300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 6GB રેમ વાળા આ વેરિઅન્ટની કિંમત ડિસ્કાઉન્ટ બાદ 26,699 રૂપિયા છે. એમેઝોન પર મળી રહેલા આ ડિસ્કાઉન્ટને સૌથી પહેલા નોકિયા પાવર યૂઝરે જોયુ અને રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો. આ ડિસ્કાઉન્ટ ગત મહિને નોકિયા ફોન્સ માટે આવેલા ‘નોકિયા ફોન્સ ફેન ફેસ્ટિવલ’ સેલ જેવો જ છે.

2018માં નોકિયા 8.1ના બે વેરિઅન્ટ ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. લૉન્ચ સમયે 4 GB રેમ અને 64GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત 26,699 રૂપિયા રાખવામાં આવી હતી. બીજી તરફ ડિવાઈસના 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા હાઈ-એન્ડ વેરિઅન્ટને આ વર્ષે ફેબ્રુઆરીમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી હતી. બંને ડિવાઈસ એમેઝોન ઈન્ડિયા અને ઑફિશિયસ નોકિયા ઑનલાઈન પર આયરન-સ્ટીલ અને બ્લૂ સિલ્વર ડ્યૂઅલ ટૉન કલરમાં અવેલેબલ છે.

નોકિયાના 8.1માં 6.18 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની ડિસ્પ્લે નૉચ સાથે આવે છે અને તેનો સ્ક્રીન ટૂ બૉડી રેશિયો 86.5 ટકા છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 12 MP+13MPનો ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 20MPનો કેમેરા છે.

સેમસંગ ભારતમાં પોતાની ટીવી લાઈનઅપને અપડેટ કરી રહી છે. કંપનીએ ઘણા ટીવી લોન્ચ કર્યા છે અને તેમાં 8K ટીવીમાં AI અપસ્કેલિંગ ટેકનોલોજી, Bixby વોઈસ કમાન્ડ અને વન કનેક્ટ બોક્સ જેવા ઘણા ફીચર્સ આપેલા છે.

ડિવાઈસ 4GB/64GB રેમ સાથે 64GB અને 128GB સ્ટોરેજ ઑપ્શન સાથે આવે છે. સાથે જ માઈક્રો એસડી કાર્ડની મદદથી ફોનની મેમરીને 400GB સુધી વધારી શકાય છે. નોકિયા 8.1 એન્ડ્રોયડ 9 પાઈ ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. અને તેમાં AI પાવર્ડ ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 3500 mAhની બેટરી આપવામાં આવી છે જે 18વૉટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here