ન્યૂ ફોન / સેમસંગ તેની M સીરીઝનો વધુ એક Galaxy M40 ભારતમાં 11 જૂને લોન્ચ કરશે

0
51

ભારતીય માર્કેટમાં ‘સેમસંગ’ની નવી ‘Galaxy M’ સીરીઝ ખૂબ લોકપ્રિય બની ગઈ છે. કંપની પણ તેની આ સીરીઝમાં નોંધપાત્ર ધ્યાન આપી રહી છે. આ ક્રમમાં આગળ વધતાં કંપની ભારતીય બજારમાં નવા Galaxy M40 સ્માર્ટફોન લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે. આ સ્માર્ટફોન 11 જૂનના રોજ ભારતમાં લોન્ચ થશે. દક્ષિણ કોરિયન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની દિગ્ગજ કંપની સેમસંગે તેની ઓફિસિયલ વેબસાઇટ અને એમેઝોન ઈન્ડિયા પર નવા સ્માર્ટફોનનું ટીઝર રીલિઝ કર્યું છે.

સેમસંગે ટીઝર દ્વારા માહિતી આપી છે કે, આ ફોનમાં ઈન્ફિનિટી-O ડિસ્પ્લે (હોલ-પંચ ડિસ્પ્લે), સ્નેપડ્રેગન 600 સીરીઝ પ્રોસેસર અને ટ્રીપલ રિઅર કેમેરા સેટઅપ આપ્યો છે. સેમસંગ ગેલેક્સી M40 ભારતમાં કંપનીની એમ સીરીઝ લાઇનઅપનો ચોથો સ્માર્ટફોન હશે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ આ લાઇનઅપમાં ગેલેક્સી M10, ગેલેક્સી M20 અને ગેલેક્સી M30 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.

આ ઉપરાંત, સેમસંગે તેની વેબસાઇટ પર ગેલેક્સી એમ 40 ની કેટલીક તસવીરો પણ રજૂ કરી છે, અને એમેઝોન ઇન્ડિયા પર ટીઝર રજૂ કર્યું છે. આ ફોટોગ્રાફ્સ તે વાતની પુષ્ટિ કરે છે કે આ સ્માર્ટફોનમાં પાછળનાં ભાગે ફિંગરપ્રિન્ટ સેન્સર અને બેક પેનલમાં એક જ એલઇડી ફ્લેશ આપ્યો છે. બાકીના સ્પેસિફિકેશન્સ વિશેની માહિતી કંપની દ્વારા હજી જાહેર કરવામાં આવી નથી.

જોકે, લીક્સ અને અફવાઓએ જાહેર કર્યું છે કે, આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર, બેટરી 5000mAh અને 6GB રેમ હશે. આ ઉપરાંત, ફોનને એન્ડ્રોઇડ 9 પાઇ આધારિત One UI પણ આપવામાં આવશે. આગામી સ્માર્ટફોન ગેલેક્સી એમ સીરીઝનો પ્રથમ સ્માર્ટફોન બનશે, જેમાં એન્ડ્રોઇડ પાઇનો સપોર્ટ આપવામાં આવ્યો છે. સેમસંગે સ્માર્ટફોનની બાકીની સીરીઝમાં એન્ડ્રોઇડ 8.1 નો સપોર્ટ આપ્યો છે. તાજેતરમાં જ સેમસંગે M30 માટે એન્ડ્રોઇડ પાઇનો સપોર્ટ જાહેર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here