ભારતના 352ના સ્કોર હેઠળ ઓસ્ટ્રેલિયા કચડાયું, 20 વર્ષ પછી પહેલી વાર ચેઝ કરવામાં હાર્યું

0
34

વર્લ્ડકપની 14મી મેચમાં લંડનના ઓવલ ખાતેભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવીને વર્લ્ડકપમાં પોતાની બીજી અને વનડેમાં 50મીમેચ જીતી હતી. 353 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 316 રનમાં ઓલઆઉટ થયું હતું.કાંગારુંની શરૂઆત સારી રહી હતી, કપ્તાન ફિન્ચ અને વોર્નરે પ્રથમ વિકેટ માટે 61 રન ઉમેર્યા હતા.

જોકે ફિન્ચ 36 રનના વ્યક્તિગત સ્કોરે રનઆઉટ થયો હતો. તે પછી વોર્નરનો ક્રિઝ ઉપર સંઘર્ષ જારી રહ્યો હતો. તેણે 84 બોલમાં 66ની સ્ટ્રાઇક રેટથી માત્ર 56 રન કર્યા હતા. તે આઉટ થયો ત્યારસુધીમાં મેચ ઓસ્ટ્રેલિયાની પકડથી દૂર થઇ ગઈ હતી. પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે 69 અને કીપર કેરીએ અણનમ 55 રન કર્યા હતા. જોકે તે બંનેનું યોગદાન ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યું ન હતું. ભારત માટે બંને ફાસ્ટર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે 3-3 વિકેટ, જયારે યૂઝવેન્દ્ર ચહલે 2 વિકેટલીધી હતી. ભારત ગુરુવારે ન્યુઝીલેન્ડ સામે પોતાની ત્રીજી મેચ રમશે.
ભારત માટે સૌથી વધુ સદીની ભાગીદારી કરનાર જોડી:
• 26 – સૌરવ ગાંગુલી/ સચિન તેંડુલકર
• 16 – રોહિત શર્મા/ વિરાટ કોહલી
• 16 – શિખર ધવન/ રોહિત શર્મા
• 13 – વિરેન્દ્ર સહેવાગ/ સચિન તેંડુલકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here