સ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી

0
66

‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે. આ ફિલ્મને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. 2012માં કરન જોહરે ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ને ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મથી વરુણ ધવન, આલિયા ભટ્ટ તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેબ્યૂ કર્યું હતું. ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’માં લીડ રોલમાં સ્ટાર કિડ્સ ટાઈગર શ્રોફ-અનન્યા પાંડે તથા ન્યૂ કમર તારા સુતરિયા છે.

ફિલ્મમાં ટાઈગર શ્રોફે રોહનનું પાત્ર ભજવ્યું છે. જે એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે અને સામાન્ય કોલેજમાં ભણે છે. જ્યારે રોહનની મિત્ર તથા નાનપણની પ્રેમિકા મૃદુલા (તારા સુતરિયા) શહેરની પોશ કોલેજ સેન્ટ ટેરેસામાં એડમિશન લે છે. રોહન પણ સ્કોલરશીપની મદદથી આ જ કોલેજમાં એડમિશન લે છે. અહીંયા રોહનની મુલાકાત શ્રેયા (અનન્યા પાંડે) તથા માનવ (આદિત્ય સીલ) સાથે થાય છે. ફિલ્મમાં ત્યારે ટ્વિસ્ટ આવે છે જ્યારે રોહનને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવે છે અને તેને ખ્યાલ આવે છે કે કોણ સાચો મિત્ર છે અને કોણ દુશ્મન. ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ની જેમ જ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’માં પણ સ્ટૂડન્ટ્સનો ઉદ્દેશ સ્ટૂડન્ટ ઓફ ધ યરની ટ્રોફી લેવાનો હોય છે.

ફિલ્મનો સૌથી માઈન્સ પોઈન્ટ પ્રિડિક્ટેબલ સ્ટોરી લાઈન છે. ફિલ્મની શરૂઆતના બે-ત્રણ સીન બાદ જ સહજતાથી ખ્યાલ આવી જાય છે કે આગળ શું થવાનું છે અને ફિલ્મ કેવી રીતે પૂરી થશે. ફિલ્મની વાર્તા તથા તેનું એક્સિક્યૂશનમાં ઓરિજનાલિટીની ઉણપ જોવા મળે છે. આ ફિલ્મ જોયા બાદ એમ જ લાગે છે કે માત્ર પાત્રો બદલાયા છે અને બાકી બધું પહેલાં જેવું છે.

આ ફિલ્મ ટીનેજર્સને પસંદ આવી શકે છે પરંતુ ઓવરઓલ ફિલ્મ નિરાશાજનક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here