7 વર્ષ બાદ અક્ષય કુમાર બનશે ‘રાઉડી રાઠોડ’! ટૂંક સમયમાં બનશે બ્લોક બસ્ટરની સિક્વલ

0
51

હાલમાં બોલીવુડમાં સતત સુપરહિટ ફિલ્મોની સીક્વલ સામે આવી રહ્યા છે, ઇન્ડીયન સિનેમાના ફેન્સ પણ આ બ્લોકબસ્ટર ફિલ્મોના સીક્વલ્સને જોરદાર એન્જોય કરે છે, એવામાં બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે પણ પોતાના ફેન્સ માટે એક જોરદાર સરપ્રાઇઝ આપવા માટે કમર કસી લીધી છે. સીક્વલ્સના આ દૌરમાં અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની જોરદાર એક્શન કોમેડી રોમેન્ટિક તડકાવાળી ફિલ્મ ‘રાઉડી રાઠોડ’નો આગામી નંબર લાગવાનો છે.

વર્ષ 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર હિટ સાબિત થઇ હતી. હવે સમાચાર આવી રહ્યા છે મેકર્સ આ ફિલ્મની સીક્વલની તૈયારી કરી રહ્યા છે. અક્ષય કુમારની આ ફિલ્મની સીક્વલ 7 વર્ષ બાદ બની રહી છે. આમ તો થોડા દિવસો પહેલાં અક્ષય કુમારે આ ફિલ્મની સીક્વલને લઇને પોતાનેઐ ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ હવે આ ફિલ્મને લઇને ખૂબ ચર્ચાઓ શરૂ થઇ છે.

અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડલાઇફ ડોટ કોમના સમાચાર અનુસાર પ્રભુદેવાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ટૂંક સમયમાં ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા જઇ રહી છે. સમાચારોનું માનીએ તો સૂત્રોએ જણાવ્યું છે કે ‘ટીમ ‘રાઉડી રાઠોડ 2” ની સ્ક્રિપ્ટ તૈયાર કરી રહી છે, ટૂંક સમયમાં કામ ફાઇનલ થશે. આ વખતે પણ લીડ રોલમાં અક્ષય કુમાર જ હશે.’

જોકે આ સમાચાર અનુસાર અત્યાર સુધી ગત ફિલ્મની અભિનેત્રી સોનાક્ષી સિન્હાને લઇને કોઇ વાત ફાઇનલ થઇ નથી, તો થઇ શકે છે કે સોનાક્ષી પોતે જ આ પાત્રમાં પરત ફરે અથવા પછી કોઇ અભિનેત્રી તેમનું પાત્ર ભજવશે.

એ પણ થઇ શકે છે કે ફિલ્મ વર્ષ 2020ની શરૂઆતમાં જ ફ્લોર પર જતી રહે. રાઉડી રાઠોડમાં અક્ષય કુમાર ડબલ રોડમાં હતો. જેમાં એક પાત્ર પોલીસમેનનું હતું તો બીજું ઠગ હતો. આ વખતે લોકોને એવું જ કંઇક જોરદાર કોકટેલ જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને અક્ષય કુમાર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ની શૂટિંગના લીધે બેંકકોમાં છે. જેમાં અક્ષય એક પોલીસ ઓફિસરના પાત્રમાં છે. આ ફિલ્મ વર્ષ 2020ની ઇદ પર રિલીઝ થવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here