Oneplus 7: જાણો કેમ ખરીદવો કે ન ખરીદવો જોઈએ આ સ્માર્ટફોન

0
23

વનપ્લસે હાલમાં જ પોતાનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 7 લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન રુ.32,999ની કિંમત સાથે લોન્ચ કર્યો છે. વનપ્લસને માર્કેટમાં હંમેશા પ્રીમિયમ સ્માર્ટફોન બનાવવા માટે જાણવામાં આવે છે. તેવામાં આવો જાણીએ કે એવા ક્યા કારણો છે જેના લીધી આ ફોન ખરીદવો જોઇએ અથવા ન ખરીદવો જોઈએ.

વનપ્લસ 7 ક્વાલકોમના સ્નેપડ્રેગન 855 પ્રોસેસર પર કામ કરે છે જે આ પ્રોસેસર પર કામ કરતો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. આ પ્રોસેસર ફોનને ખૂબ જ ફાસ્ટ અને સ્મૂધ બનાવે છે.
કંપનીએ હાલમાં જ વનપ્લસ 6Tની કિંમતો ઘટાડી છે. હવે નવા ઘટાડેલા ભાવ સાથે આ ફોન 29,999માં મળે છે. જ્યારે ફક્ત 3000 રુપિયા વધુ ખર્ચવા પર વનપ્લસ 7 ખરીદી શકો છો અને તે પણ લેટેસ્ટ પ્રોસેસર સાથે.

વનપ્લસ 7માં તમને લેટેસ્ટ OxygenOS 9.5 મળશે જે એન્ડ્રોઈડ 9 પાઈ પર બેઝ્ડ હશે. વનપ્લસ 7માં તમને જબરજસ્ત સેલ્ફી કેમેરા સેટઅપ મળશે. જે 16 મેગાપિક્સલ Sony IMX471 સેન્સર સાથે આવશે. વનપ્લસ 7માં તમને 48 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા મળશે. વનપ્લસ 7માં વનપ્લસ 6Tવાળી બેટરી જ આપવામાં આવી છે. આ સાથે જ તેમાં ડેશ ચાર્જિંગ સપોર્ટ પણ મિસિંગ છે. ડિઝાઇનના મામલે વનપ્લસ 7માં ગત વર્ષે લોન્ચ થયેલ વનપ્લસ 6T જેવો જ છે.

ડિસ્પ્લે મામલે વનપ્લસ 7 અને વનપ્લસ 6Tના ડિસ્પ્લેમાં કોઈ ખાસ અંતર નથી. વનપ્લસ 7માં વીડિયો રેકોર્ડિંગ માટે એક્સટર્નલ માઈક નથી આપવામા આવ્યું. વનપ્લસ 7માં 3.5 mm હેડફોન જેક નથી આપવામાં આવ્યો. આ સાથે જ તે તેમાં USB ટાઇપ સી અને ટાઈપ સી ઈયરફોન ઓપ્શન પણ મિસિંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here