Whatsappમાં આવી રહ્યું છે નવું ફીચર, કોઈ ચોરી નહીં શકે તમારું DP

0
56

Whatsapp દ્વારા એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે, જેમાં હવે આલ્બમ લે-આઉટ અને ઓડિયો ફોર્મેટમાં ચેન્જ આવશે. Whatsapp હવે એ ફીચરને બંધ કરી શકે છે કે જેનાથી યુઝર્સ બીજા યુઝર્સના પ્રોફાઈલ ફોટોને પોતાના ફોનમાં સેવ કરી શકતા હતા. હાલ યુઝરને પોતાના Whatsapp કોન્ટેક્ટનો પ્રોફાઈલ ફોટો ઓપન કરવા પર શેર કરવા માટે ઓપ્શન મળે છે, અને તેને સિલેક્ટ કરી તેઓ ફોટોને સેવ પણ કરી શકે છે.

એક રિપોર્ટ અનુસાર, હાલ આઈફોનમાં Whatsapp દ્વારા આ નવા ફીચરનુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, અને ટૂંક જ સમયમાં iOSના યુઝર માટે તેને ઓફિશિયલી જાહેર કરી શકાય છે. એન્ડ્રોઈડ યુઝરને આ અપડેટ ક્યારે મળશે તે હાલ નક્કી નથી. આ ફીચર આવી ગયા બાદ Whatsappમાં અત્યાર સુધી કોઈના પણ પ્રોફાઈલ ફોટો ડાઉનલોડ કરી શકાતા હતા તે બંધ થઈ જશે.

Whatsapp ટૂંક જ સમયમાં પ્રોફાઈલ ફોટોને ડાઉનલોડ, કોપી કે સેવ કરવાના ઓપ્શનને ખતમ કરી દેશે. આ ફીચર પહેલા એન્ડ્રોઈડના અપડેટમાં દેખાયું હતું, પરંતુ ગ્રુપ ચેટ્સ માટે આ નિયંત્રણ હાલ લાગુ નથી, મતલબ કે કોઈપણ Whatsapp ગ્રુપનો પ્રોફાઈલ ફોટો કરી શકાય તેમ છે.
Whatsapp ભલે ડીપી ડાઉનલોડ ન થઈ શકે તેવા પરિવર્તન લઈ આવે, પરંતુ તેનો સ્ક્રીનશોટ તો લઈ જ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here